શહેરની ભાગતી દોડતી જીંદગી માં માનસ ક્યાંક ખોવાઈ ગયો છે.. પોતાના કામ સાથે કામ રાખનાર માણસ સાવ એકલો થઇ ગયો છે.. કોલાહલ ભર્યા વાતાવરણ માં પોતાના બાળક સાથે પણ વાત કરવાનો સમય મળતો નથી.. અમદાવાદ શહેર ની આ જ સમસ્યા છે.. પરંતુ ક્યાંક આંખો ને ગમતા દ્રશ્યો જોવા મળે છે. અમદાવાદની એક ઢળતી સાંજે આહ્લાદક અને પોતીકું લાગતું દ્રશ્ય જોયું.. દાદા સાથે પૌત્રી નિરાંતે સાંજ નો સમય ગાળી રહી છે.. હાઈ સોસાયટી ના દંભમાં રહેતા લોકોના ઘણા બાળકો આ લાભથી વંચિત રહે છે.. એમને પણ ''જરાક'' સમય કાઢવાની જરૂર છે..
આ દાદા પૌત્રી પણ સાંજના સથવારે કદાચ શૂન્ય ની પેલેપાર જવા માંગે છે..